બહુજન સમાજ પાર્ટી (BSP)એ વિકલાંગોને પુરતો લાભ ન મળતો હોવાની ફરિયાદ સાથે આજ રોજ ડાંગ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે, ડાંગ જિલ્લાના વિકલાંગ ભાઈઓ તથા બહેનોને ૮૦% થી વધારે વિકલાંગતા ધરાવતાઓને ફક્ત ૬૦૦ રૂપિયા મહિને આપવામાં આવે છે. પરંતુ એમની માંગ છે અને સરકારને વારંવાર લેખિતમાં અને મૌખિતમાં રજૂઆત કરી છે કે ૬૦૦ રૂપિયાની જગ્યા પર અમોને ૧૨૫૦ રૂપિયા પેન્શન તરીકે દર મહિને આપવામના આવે જેમાં અમો આજેએ માંગ સાથે આપ સાહેબશ્રીને જણાવીએ છીએ

આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ૮૦ % થી ઓછા વિકલાંગ હોય તો પણ એમને પેન્શન તરીકે આજ સુધી ગણતરીમાં રાખેલ નથી. પરંતુ અમારું કહેવું છે કે એ ભાઈઓ શું વિકલાંગ નથી. જેઓને પેન્શન તરીકે લેવામાં આવેલ નથી. કે સરકાર તરફથી કોઈ પણ ધારા ધોરણે જોબમાં જેમ કે પટાવાળા કે પછી કોઈ પણ સરકારી નોકરીમાં ભલામણ કરેલ છે. કે કેમ જો આવું હોય તો અમો પણ માન્ય રાખીએ છીએ પરંતુ અમોને જાણ ખાતર જાણવા મળેલ છે કે આજ સુધી વિકલાંગ ભાઈઓ તથા બહેનોને સરકારી ગાઈડ લાઈન પ્રમાણે તેઓને કોઈ પણ પ્રકારની નોકરી કે રોજગાર આપવામાં આવેલ નથી.

વધુમાં જણાવ્યું હતું કે જો વિકલાંગ ભાઈઓ તથા બહેનોને ન્યાયની દિશામાં રસ્તો કાઢવામાં નહિ આવે તો અમારી તૈયારી છે કે વિકલાંગ ભાઈઓ તથા બહેનો સાથે આંદોલન કરીશું જેની નોધ લેવામાં આવે અને એમની માંગણીઓ પૂર્ણ કરવામાં એવી આશા રાખીએ છીએ.