ધરમપુર: અભણ અજાણ અને અબોલા આદિવાસીઓને તો તમે જે કરો તે બધું જ સહન કરી લે એવી માન્યતા ધરાવતા સમાજમાં આદિવાસી લોક સમુદાયના આરોગ્ય સાથે ચેંડા કરવાની આવી ઘટના બનવી એ કોઈ નવી વાત નથી આજે ધરમપુરમાંની સરકારી હોસ્પિટલમાં જે ઘટના પ્રકાશમાં આવી છે તે કદાચ આપણા સભ્ય આદિવાસી સમાજમાં બની બેઠેલા આગેવાનોના ગાલ પર તમાચો છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુરના સરકારી હોસ્પિટલમાં આંબોસી ગામના મોટી ભટાણ ફળિયાના અમિતાબેન સંજયભાઈ પવાર ડીલેવરી સારવાર માટે ૧૨ :૩૦ ના સમયગાળામાં દાખલ થયા હતા ત્યારે હોસ્પિટલમાં કામ કરતાં સ્ટાફ દ્વારા આ અભણ અજાણ અને અબોલા આદિવાસીને શું ખબર પડે એમ વિચારીને એક્સપાઈરીડેટ થઇ ગયેલા ગ્લુકોસના બોટલ મુકવામાં આવ્યા હતા અને આ આદિવાસીના આરોગ્ય જોડે ચેડાં કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો અને વિડીયો બહાર આવ્યા છે શું આદિવાસીઓને આપણો કહેવતો સભ્ય સમાજ માણસ પણ સમજે છે ખરો ? શું આપણા આગેવાનો આવી ઘટના પ્રત્યે નજરમાં લેશે ખરા ? ક્યારે જાગશે આ આદિવાસી સમાજ ?. જુઓ આ વિડીયો…

આંબોસી ગામના જાગૃત આદિવાસી જમશીભાઈ અને પ્રવીણભાઈ Decision Newsને જણાવે છે કે સરકારી હોસ્પિટલમાં અમારી નજર પડે તે પહેલાં તો અમારા દર્દીની આસપાસ રહેલા દર્દીઓને આ એક્સપાઈરીડેટના ગ્લુકોસના બોટલ ચાડાવી દેવામાં આવ્યા હતા અને કપરાડાના સરલાબેન તથા બે ત્રણ દર્દીઓને તો એ બોટલ તો ઉતારી દેવામાં આવ્યા હતા અમે જ્યારે અમારા દર્દીને ચડાવેલી બોટલ જોઈ ત્યારે અમને તો ખબર પડી અને અમે તપાસ કરી તો મોટાભાગના દર્દીઓને આ એક્સપાઈરીડેટ વાળી બોટલ ચડાવવામાં આવી હતી. અમે અમારા દર્દીને આ બોટલ ચડાવા દીધી નથી આ બાબતે સ્થાનિક પોલીસને જાણ કરી છે હવે જોવાનું એ રહેશે કે આપણો સમાજ અને સરકારના જવાબદાર અધિકારીઓ આ બાબતે શું પગલાં લે છે.