તાપી: આ કોઈ ધર્મની લાગણી દુભાવવા નહિ પણ હકીકત લાગે એવી વાત છે એક તરફ મંદિરો અને મસ્જીદો ચર્ચ અને ગૃરુદ્વારા માટે મોટી મોટી જમીન ફાળવાઈ છે જ્યાં આદિવાસી લોકોના પ્રકૃતિના દેવોના નિવાસ સ્થાનોને વિકાસના નામે બે નાશ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આદિવાસી આગેવાનો અકે નેતાઓ કોઈ કાઈ બોલવા તૈયાર નથી. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના

Decision Newsને મળેલી માહિતી મુજબ સોનગઢ તાલુકાના દોસવાડા ગામ ખાતે આવનાર વેદાંતા કંપની આવવાની છે તે જગ્યા પર આદિવાસી લોકોનું ઘણું જૂનું પુરાણું પ્રકૃતિના દેવોનું દેવસ્થાન આવેલું છે તે તોડીને વેદાંતા કંપની સ્થાપશે. ત્યાં કેમ રાષ્ટ્રિય આદિવાસી મંચ, વિશ્વ હિન્દુ પરિષદ, આર. એસ.એસ કે પછી સામાજિક મુદ્દાને વાચા આપતા ગ્રુપો કે સંગઠનો ચૂપી સેવી બેઠા છે.

આપણે આપણી પરંપરા કે કે સંસ્કૃતિ બચાવવા કેમ આવેદનપત્ર સુધ્ધા આપતાં નથી  જે નરી આંખે દેખાય કે આ કંપની પ્રકૃતિ અને તેના તત્વો માટે નુકશાન કારક છે તેના વિરોધમાં આટલું મોંન કેમ ? આવનારા સમયમાં આદિવાસી લોકોની નવી પેઢી માટે પ્રાકૃતિક જૂનું પુરાણું દેવસ્થાન મહત્વનું બચશે ખરા ? સવાલ તો છે જ ? જવાબ સૌ આદિવાસીઓ એક થઈને ગોતશે તો જ મળશે.