ચીખલી: ગતરોજ રાનકુવા પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ જી.એસ.પટેલની અધ્યક્ષતામાં વર્તમાન સમયમાં જ જાહેર થયેલી જન્માષટમી અને ગણેશ ચતુર્થી તહેવાર મુદ્દે કોરોના મહામારીની નવી ગાઇડ લાઇન લઈને તકેદારી રાખવા બાબતે આસપાસના ગામોનાં સરપંચો સાથે મિટીંગ યોજવામાં આવી હતી

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ ૨૯ ઓગસ્ટના દિને રાનકુવા પોલીસ સ્ટેશનમાં તા.૩૦/૮/૨૦૨૧ નાં રોજ જન્માષ્ટમી તહેવાર અને ૯/૯/૨૦૨૧ થી ગણેશ ચતુથીૅ તહેવાર નિમિતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કલેકટર અને જિલ્લા મેજિસ્ટેટ કચેરી નવસારી દ્વારા તા.૨૭/૮/૨૦૨૧ નાં જાહેરનામાં પ્રમાંણે નિતી નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ માટે સરપંચોને ખાસ અપીલ કરી હતી

આ બેઠક પ્રસંગે રાનવેરીખુર્દ રાનવેરીકલ્લા ચિતાલી, નોગામા, બોડવાંક, કાંગવઇ, સુરખાઇ, કુકેરી, રાનકુવા, સાડલવેલ, વાંઝણા, સરૈયા વગેરે ગામોનાં સરપંચો પોતાની હાજરી આપી હતી.