ડાંગ: હાલમાં ગુજરાતમાં કોરોનો કપરા કાળમાં બધા જ પરિવારોની સ્થિતિ કથળી છે ત્યારે કોરોના મહામારીમાં આર્થિક ભારણ ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વસતા લોકોમાં વધારે થયું છે આ ભારણમાં સહાયતાનો હાથ આપતા હોય તેમ ડાંગ જિલ્લાના ચીખલદા ગામમાં જરૂરીયાત મંદોને હિન્દૂ અગ્નિવીર સંગઠન દ્વારા કપડાં વિતરણ કરવામાં આવ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગના ચીખલદા ગામમાં આજરોજ કરુણા ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સુરતના સહયોગથી અગ્નિવીર હિન્દૂ સંગઠનના મહેન્દ્રસિંહ રાજ પુરોહિતને અધ્યક્ષતામાં ગરીબ જરૂરિયાત મંદોને કપડાં વિતરણ કરાયું હતું તેમાં નાના બાળકો અને યુવાનો અને વડીલોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો આવા સમાજમાં મદદનો હાથ લંબાવતા આ સંગઠનને લોકો દુઆઓ આપી રહ્યા છે.

પવિત્ર શ્રાવણ માસમાં અને જ્યારે કોરોનાની મહામારીના સમયમાં લોકો મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે ત્યારે આ પ્રકારની સંગઠન દ્વારા કરવામાં આવતી મદદ જ ખરેખર સમાજમાં માનવતા જીવંત હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે એમ કહેવામાં જરા પણ ખોટું નથી.