રાજ્યમાં ઘટતા કોરોના સંક્રમણ અને વધતા રસીકરણના મહાઅભિયાન વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. ગતરોજ તેમણે અંકલેશ્વર સ્થિત ભારત બાયોટેકના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અહીં ભારત બાયોટેકના પ્લાન્ટમાં બની રહેલી COVAXINનાં પ્રથમ જથ્થાને તેમના હસ્તે રિલીઝ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને કેબિનેટમંત્રી ઇશ્વરસિંહ પટેલ સહિતા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

કોરોનના કેસમાં ઘટાડો થાય અને લોકોની રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય તે હેતુસર રસીકરણ એ જ હાલના તબક્કે ઉપાય છે. આ માટે વેક્સિનનું ઉત્પાદન વધે તે જોવાની અને તે લોકો સુધી પહોંચે તે માટેની પ્રક્રિયામાં સરકાર સતત ઝડપ લાવી કામગીરી કરી રહી છે.