ડાંગ: ગુજરાત રાજ્ય તેના ભવ્ય અને ભાદીગળ હસ્તકલા માટે વિશ્વ વિખ્યાત છે. જેમાનું એક અદભુત અને જાજરમાન કલાવૈભવ એટલે અકીકનો કલાવૈભવ અકીક પથ્થરોને તોડી તેમાંથી ઘાટ આપી વિવિધ જ્વેલરીનું નીર્માણ કરવામાં આવે છે. ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે મોન્સૂન હસ્તકલા પ્રર્દશન સહ હાટ બજારમાં અકીક જ્વલેરીનો સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યું હતું

ઉલ્લેખનીય છે કે આ કામગીરીથી શરૂઆત ૧૫મી સદીથી થઇ હોવાનું ઉલ્લેખ ઇતિહાસમાં જોવા મળે છે. અકીક એ અરેબીયન શબ્દ છે.જેનો અર્થ થાય છે પથ્થર. અકીક પથ્થરમાંથી જ્વેલરી તૈયાર કરવાનો કલાકસર આજે ખંભાત શહેરમાં ઘરેઘરે જોવા મળે છે, આ કલાકલર કરવા માટે કારીગરો અકીક પથ્થરોનો કાચોમાલ ગુજરાતના ખંભાત, રાજપીપળા, ઝગડીયા, કપડવંજ અને જામનગર વિસ્તારમાંથી મંગાવવામાં આવે છે. આ પથ્થરો આકાર વગરનાં અને રફ પ્રકારના હોય છે.આવા પથ્થરો પર કારીગર જાતજાતની પ્રક્રીયા કરી જ્વેલરી બનાવવા માટે તૈયાર કરે છે. અને કલકારો સર્જે છે. અકીક પથ્થરોમાંથી મનમોહક અને શાનદાર જ્વેલરી. અકીકનાં આ પથ્થરો ખૂબ જ નરમ અને નાજુક પ્રકારનાં હોય છે. તેથી તેને ખૂબ જ કાળજી પૂર્વક ભેંસના શિંગડામાંથી બનાવેલી ખાસ પ્રકારની હથોડી અને લોખંડનાં ખીલા જેવા એરણ પર મૂકી તોડવામાં આવે છે. તોડવા અંગેની આ કામગીરીને ખાંડવાની કામગીરી કહેવામાં આવે છે. આ પ્રક્રીયાબાદ અકીકનાં નાના ટુકડાઓને એમરીનાં શરણ પર ઘાટ આપવા ધસાઇ કરવામાં આવે છે, ધસાઇની આ ક્રિયા થયા બાદ તેમાં ચમક લાવવા એમરી પાવડર અને લાખની બનાવેલી શરણ ઉપર પોલીસ કરવામાં આવે છે. તૈયાર કરાયેલા આ મણકાઓમાં ખાસ પ્રકારનાં મશીન દ્રારા સાઇઝ પ્રમાણે જ્ગ્ન છીદ્રો કરવામાં આવે છે. કલાકારો જાતજાતની અને ભાતભાતની અકીકની જ્વેલરી તૈયાર કરવામાં આવતી હોય છે

સાપુતારા હસ્તકલા પ્રર્દશન સહ હાટ બજારમાં રંગબેરંગી વિવિઘ પ્રકારની માળાઓ, નેકલેસ, આર્કષક બુટ્ટિઓ, બ્રેસલેટ, અકીક પથ્થરનાં બાઉલ ડિકોસ્ટ, મૂર્તિઓ,અકીકનાં પથ્થરનાં બોલ તથા જાતજાતનાં ક્રિસટલ ટ્રી વગેરે જોવા મળ્યા હતા.