ધરમપુર: આજરોજ તાલુકા તરફથી વલસાડ ખાતે કલેક્ટર સાહેબશ્રીને ધરમપુર તાલુકાના મોહનાકાવચાળી ગામમાં જે જંગલ જમીનનો વિવાદ અંગે વન અધિકાર ધારો 2006 મુજબ ગામની જમીન દાવાઓ બાબતે થયેલા અસંતોષ મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ આદિવાસી અપક્ષ સદસ્ય અને યુવાપ્રિય કલ્પેશ પટેલની આગેવાનીમાં  ધરમપુર તાલુકાના મોહનાકાવચાળી ગામે જે જંગલ જમીનનો વિવાદ અંગે વન અધિકાર ધારો 2006 મુજબ ગામની જમીન દાવાઓ બાબતે થયેલા અસંતોષ મામલે હોઈ જે સનત રૂપે જમીન આપવામાં આવેલી હતી અને એ આદિવાસી સમાજના બાપ દાદા વખતથી કબજો તથા ખેતી કરીને જીવન જીવતા હોઇ, જેથી તમામ લાભાર્થીઓને જે ખેતીની કબ્જાવાળી જમીનની માંગણી છે. તે મુજબ સનત આપવી તથા માંગણી વાળી જમીન મળેલ નથી. તે બાબતની રજુઆત કરવામાં આવી અને કલેકટર સાહેબશ્રી વલસાડ દ્વારા આ બાબતે ઘટતું કરવાની વાત કરી હતી.

આ ઉપરાંત મોહનાકાવચાળી ગામમાં જે કોવિડ 19ની વેકસીનના પ્રથમ ડોઝ ખુબજ ઓછા પ્રમાણમાં લીધી હોય તે બાબતે વધારેમાં વધારે લોકોને જાગૃત કરી અને વેકસીન અપાવવા માટેની વાત કરવામાં આવી. જ્યાં મોહનાકાવચાળી ગામના સરપંચશ્રી રમેશભાઈ, આગેવાનો દેવુભાઈ, રાજભાઈ, ભરતભાઇ, ઉમેશભાઈ, મુકેશભાઈ, ગમનભાઈ, સકારામ ભાઈ અને મંડળીના પ્રમુખશ્રી, સમાજના અગ્રણી કમલેશભાઈ પાડવી, અને સમાજના આગેવાનો સાથે રજુઆત કરી હતી