ઉમરપાડા: આજરોજ સુરતના ઉમરપાડા તાલુકાના ખૌટારામપુરાની પ્રાથમિક શાળામાં ગુજરાતમાં ઓક્ટબરથી શરુ થનારા શિક્ષણ સત્રના વ્યવસ્થાપન માટે વિધાર્થીઓના વાલીઓ સાથે મિંટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાલીઓ મોટા પ્રમાણમાં હાજરી નોંધાવી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ સુરતના ઉમરપાડા તાલુકાના છેવાડે આવેલ ખૌટારામપુરા પ્રાથમિક શાળામાં વ્યવસ્થાપન સમિતિની મિટીંગ યોજાય. મિટીંગમાં ૨ ઓક્ટબર થી ગુજરાતમાં શિક્ષણ સત્રનું શરૂ કરવામાં આવશે તે બાબતને ધ્યાનમાં રાખીને કોવિંડના નિયમો બાબત અને બાળકોના વાલીઓની પોતાના બાળકોને ચાલતા ફળિયા શિક્ષણમાં રોજ અભ્યાસક્રમ ચલાવવામાં આવશે તે બાબત ચર્ચા કરવામાં આવી.

આ ઉપરાંત શાળામાં સુધારા કરવા બાબતે અને નિયમિતા અંગે વિગતે ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઇ ચૌધરી, ભરતભાઇ પટેલ, ગામના વડિલશ્રી રામસિંગ વસાવા,શાળા વ્યવ્થાપન સમિતિના અધ્યક્ષ વંદનાબેન ડી વસાવા જેની અધ્યક્ષતા હેઠળ કાર્યક્રમ યોજાયો.