કપરાડા:  મેંઢાગામ લોળની ફળિયામા આમ તો ઘણી સમસ્યા છે પણ મુખ્ય સમસ્યા નદી ઉપરનો કોઝવે જેના લીધે બધા જ કામો અટકે છે અને સમસ્યાઓ ઉભી થાય છે ગ્રામજનો આ સમસ્યાના નીવાડા માટે સરપંચથી લઈને આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી સુધી રજુવાતો કરી પણ સમસ્યા જેમની તેમ રહી લો બોલો ! કારણ શું ?

Decision Newsના રિપોર્ટર દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે કપરાડાના મેંઢાગામ લોળની ફળિયાની કોઝવેની સમસ્યા વર્ષો જૂની છે ગામના ફળિયામાં જતા ન રસ્તાના ઠેકાણા છે ન સરકારની કોઈ અન્ય યોજના ફળિયા સુધી પોહચી છે લોકોએ આ બાબતમાં સરપંચ, તલાટી, TDO, સ્થાનિક ધારાસભ્ય જિલ્લા કલેકટર અને પત્ર દ્વારા આપણા મુખ્ય મંત્રી સુધી પોતાની સમસ્યાની રજુવાતો પોહચાડી છે પરિણામ કઈ જ આવ્યું નથી બધા જ સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને નેતાઓના વાયદા સિવાય ગ્રામજનોને કઈ જ પ્રાપ્ત થયું નથી.

ગામના લોકોનું કહેવું છે કે વરસાદનું પહેલું પાણી પડે ત્યાંથી લઈને સુધી ઉનાળા ના આવે ત્યાં સુધી રસ્તો અને કોઝવે ન હોવાના કારણે નદીના પાણી પાર કરવાની સમસ્યા યથાવત રહેશે આ ફળિયામાં રહેતા ૨૦૦થી 300 લોકો કામકાજ વાળા રાહદારીઓ તકલીફ વર્ષોથી ભોગવી રહ્યા છે. ફળિયાના નાના બાળકોને સ્કૂલમાં અને આંગણવાડી નદીના પેલે પાર છે જેના કારણે મોટા લોકો તો મુશ્કેલી વેઠી રહ્યા છે જ પણ તેમાં નાના ભુલકાંઓ પણ બાકાત નથી. હવે તો હદ બધું કરી જોયું હવે કોઈ રસ્તા દેખાતો નથી એવું લાગી રહ્યું છે કે આ અમારું રાજ્ય કે દેશ જ નથી માટે કોઈ અધિકારી કે નેતા અમારી મુશ્કેલી દુર કરતાં નથી ?