સુબીર: ડાંગમાં અકસ્માતના કિસ્સાઓ થમવાનું નામ નથી લઇ રહ્યા આ વરસાદી માહોલમાં ગતરોજ ડાંગના સુબીર તાલુકાના દહેર ગામમાં નરેગામાં કામ કરતાં 15 જેટલા મજૂરો પથ્થર ભરેલી ટ્રક પલટી મારી જતા તેમાં સવાર મજુરો દબાઈ ગયાની ઘટના સામે આવી છે

Decision Newsને મળેલા રીપોર્ટમાં જણાયું છે કે સુબીર તાલુકા પંચાયત હસ્તકની દહેર ગ્રામ પંચાયત દ્વારા દહેર ગામમાં જ મનરેગા યોજના હેઠળ બોરીબંધ બાંધવાનું કામ ચાલતું હતું જેમાં ગામનાં જોબકાર્ડ ધારકો મજૂરોને કામ કરવા લેવામાં આવ્યાં હતાં ત્યારે કામની દેખરેખ રાખનારા શુકર્યાભાઈ વાહુટ નરેગામાં મજૂરી માટે આવેલા 15થી 20 મજૂરોને ગેરકાયદેસર પથ્થર ભરવા ટ્રકમાં બેસાડી નદીએ મોકલ્યા હતા નદીએથી પથ્થર ભરી પરત ફરતી વખતે ટ્રક ચાલકથી સ્ટેરીંગ પરથી કંટ્રોલ ગુમાવ્યો અને અકસ્માત સર્જાતા 15 જેટલા મજૂરોના જીવ જોખમમાં મુકાયા હતા.

મળેલી માહિતી અનુસાર ઘટના પર પડદો પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે હાલમાં અકમાતમાં ગંભીર ઈજા પામેલા કેટલાક મજૂરો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જ્યારે કેટલાંકને રજા આપી દેવામાં આવી છે આમ આદિવાસી વિસ્તારોમાં અણધડ પ્રકારની કામગીરી ચાલતી હોવાની અને લોકોના જીવ જોખમમાં મુકવામાં આવતો હોવાની આ ઘટના સાક્ષી બની છે.