વાંસદા: નવસારીના વાંસદા તાલુકાના કેલીયા ગામમાં આવેલા કેલીયા ડેમમાં લિમઝર ગામના તનુપાડા ફળિયાના 18 વર્ષના એક યુવાન ગતરોજ 4:૩૦ વાગ્યાની આસપાસ ડેમના પાણીમાં ડૂબવાના કારણે મૃત્યુ થયાની ઘટના પ્રકાશમાં આવી છે.
Decision Newsને મળતી માહિતી મુજબ વાંસદા તાલુકાના કેલીયા ગામમાં આવેલા કેલીયા ડેમમાં લિમઝર ગામના તનુપાડા ફળિયાના 18 વર્ષના એક યુવાન ગતરોજ 4:૩૦ વાગ્યાની આસપાસ ડેમના પાણીમાં ડૂબવાના કારણે મૃત્યુ થયુ છે. એની શોધખોળ માટે આજે અને બહાર કાઢવા માટે ટીમ બોલાવવામાં આવી છે. આ ઘટનાની ખરાઈ કરવા Decision Newsએ ગામના સરપંચ સાથે વાત કરી હતી અને આ ઘટના સાચી છે તેની તેમના દ્વારા પુષ્ટી કરવામાં આવી છે.
આસપાસના ગામોમાં ડેમમાં એક યુવાન ડૂબી જવાની આ આકસ્મિક ઘટનાએ વાંસદા સમગ્ર પંથકમાં ચકચારી મચાવી છે. આજે રેસ્ક્યુ ટીમ આવ્યા બાદ આ એક યુવાનની લાશ કાઢવામાં આવશે એવું જાણવા મળી રહી છે વધુ વિગત પોલીસ તપાસમાં બહાર આવશે એવા અનુમાનો લોકો લગાવી રહ્યા છે











