ચીખલી: આવનારા સમયમાં ૨૦૨૨માં વિધાનસભાની ચુંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ સમાજ ઉપયોગી કાર્યાત્મક પગલાં ભરી છે ત્યારે ગતરોજ નવસારી જિલ્લાના તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગતરોજ દિનકર ભવન હોલ ચીખલી ખાતે કોવિડ-19 ન્યાય યાત્રા અને સંવાદ કાર્યક્રમ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો

Decision Newsને મળેલી માહિતી ચીખલીમાં ગતરોજ દિનકર ભવન હોલ ચીખલી ખાતે કોવિડ-19 ન્યાય યાત્રા અને સંવાદ કાર્યક્રમ બ્લડ ડોનેશન કેમ્પની સાથે ચીખલી તાલુકા પ્રમુખશ્રી શૈલેષ ભાઈ પટેલની જન્મ દિન પણ ઉજવવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્યશ્રી અનંતભાઈ પટેલ તેમજ નવસારી જિલ્લા એસ સી સેલના ચેરમેનશ્રી પ્રવિણભાઇ સોલંકી અને નવસારી જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ અને યુવાન મિત્રો મોટી સંખ્યામાં હાજર રહી બ્લડ ડોનેટ કર્યું હતું.

ચીખલી તાલુકા પ્રમુખશ્રી શૈલેષભાઈએ જણાવ્યું કે આ કાર્યક્રમ કરવા પાછળ લોકોમાં રક્તદાન કરવામાં જાગૃતિ આવે અને સંભવિત કોરોનાની ત્રીજી લહેરમાં લોકો માટે બલ્ડની અગવડતા ઉભી ના થાય અને સરળતાથી લોકોને સારવાર મળી રહે એ છે.