પારડી: હાલમાં વધી રહેલા અકસ્માતની ઘટનાઓમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે આજરોજ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચિવલ ગામમાં આવેલ મરીમાતા મંદિર પાસે ટ્રક અને મોટરસાઈકલ વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો જેમાં મોટરસાયકલ ચાલક ગંભીર ઈજા થતાં ઘટના સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું

Decision Newsને મળેલી માહિતી મુજબ પાટડી તાલુકાના ચિવલ ગામમાં આવેલ મરીમાતા મંદિર પાસે GJ-15-DK-0915 નંબરની બાઈક અને MH-45-AF-4477 નંબરના ટ્રક સાથે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં લીખવડ ગામના રહેવાસી એવા ભરતભાઈ દેવરામભાઈ દાહવાળ નામના બાઈકનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટના સ્થળ  પર જ મોત થઇ થયું હતું

તાજા જાણકારી મળ્યા પ્રમાણે દેવરામભાઈ જેઓ પોતાની સગાઈ થયેલ પત્ની સાથે તેમની બહેનને ફલદરા ગામે મુકવા માટે ગયા હતા ત્યાંથી ફરતી વેળાએ પારડી તાલુકાના ચિવલ ગામે ટેમ્પાના પાછળથી અથડાઈ ગઈ હતી.આ અકસ્માતમાં દેવરામભાઈ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને એમની પત્ની ગંભીર ઇજા થઇ હતી તેને સારવાર માટે નાનાપોઢા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા