ગુજરાત: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થતાં રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-12ના સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ સોમવારે એટલે કે આજે જાહેર કરી દેવામાં આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ પરિણામ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓ સવારે 8 વાગ્યાથી બોર્ડની અધિકૃત વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પોતાનો બેઠક નંબર નાંખીને પરિણામ જોઇ રહ્યા છે. આ પરિણામ બાદ શિક્ષણ બોર્ડ સ્કૂલોને માર્કશીટ મોકલશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું છે. જેમાં સમગ્ર રાજ્યનું 27.83 ટકા પરિણામ જાહેર થયું છે. કુલ 1 લાખ 14 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 31,785 વિદ્યાર્થીઓ પાસ થયાનું જાણવા મળ્યું છે.