સુરત: સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રેલ્વે લાઈનને અડીને આવેલ કમેલા દરવાજા રઘુકુલ માર્કેટ પાસે આવેલ અપનાનગર, મિલન નગર,મગદુમ નગર,અંકાશી નગરના રહેવાશીઓનો ઘરો પર રેલ્વે દ્વારા માત્ર 24 કલાકમાં તેમનું ઘર ખાલી કરવાની અત્યંત ટુકાગાળાની સહી વગરના પોસ્ટરની નોટીશો ચોટાડવામાં આવેલ છે તેમજ રેલ્વે દ્વારા અહી પોલીસ મોકલીને લોકોને ભયગ્રસ્ત કરીને તેમને મકાનો ખાલી કરાવવાની અમાનુષી અને અત્યાચારી ગરીબ વિરોધી ક્રૂર પધ્ધતિ અપનાવ્યાની ઘટના સામે આવી છે.

Decision News સાથે વાત કરતાં અલ્પેશભાઈનું કહેવું છે કે આ વિસ્તારમાં અત્યંત ગરીબ છે તેઓને આ ઝુંપડાઓમાંથી જરૂરી યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડયા વગર દુર કરવામાં આવશે તો આ વરસાદી માહોલમાં તેઓ તદ્દન બેઘર થઇ જશે તથા હવે શાળાઓ શરુ થઇ ગયેલ હોય તેઓના બાળકોના શિક્ષણ પણ બંધ થઇ જતા બાળકો સહિત સમગ્ર કુટુંબોનું ભવિષ્ય અંધકારમય થઇ જશે જે ખુબ જ ગંભીર બાબત છે માટે આ વિસ્તારના રહીશો જે અત્યંત ગરીબ અને અભણ હોય તેઓના પર માનવીય અભિગમ દાખવી તથા તેમના બાળકોના શૈક્ષણિક ભવિષ્યને ધ્યાને લઇ, તેમણે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવા તથા નવા વિસ્તારમાં યોગ્ય રોજગારી મળી રહે અને તેઓના સરકારી કાગળ સહિત વાસ્તવિક જીવનમાં નામ શેષ ન થઇ જાય તે માટે તેઓના પર મહેરબાની કરી ખરા અર્થમાં સંવેદનશીલતા બતાવશો એવી અપીલ છે.

સુરત મહાનગરપાલિકાને આ બાબતે લેખિતમાં રજુવાત કરવામાં આવી છે અને તેનું નિરાકરણ ઝડપથી થાય અને અમને કરવામાં આવેલી કાર્યવાહીની લેખિતમાં તાત્કાલિક માહિતી મળી રહી એવી માંગણી કરીએ છીએ.