વાંસદા: આપણી સંસ્કૃતિમાં વિવિધ ઉત્સવો અને તહેવારો ઉજવાય છે તેમાંય ખાસ કરી નાળિયેરી પૂનમના દિવસે ભાઇ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધન ના દિવસે બહેન ભાઇની કલાઇ ઉપર રાખડી બાંધી પોતાના ભાઇની રક્ષા થાય તે માટે રક્ષાબંધન પર્વની ઉજવણી ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ રક્ષાબંધન પૂર્વે રાખડી બજારમાં મંદીનો માહોલ જોવા મળતા વેપારીઓ પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે.

DECISION NEWS વાંસદા તાલુકાના બજારોમાં રક્ષાબંધનનો માહોલ જોવા ઉતર્યું ત્યારે જાણવા મળ્યું કે ગઈકાલે એટલે રવિવારના સમગ્ર ભારતમાં ભાઇ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે ત્યારે નવસારી વાંસદા તાલુકામાં પણ રાખડીના વેચાણમાં મંદીનો માહોલ હોવાનુ દુકાનદારો જણાવી રહ્યા છે. એક દિવસમાં જેટલું વેચાણ થવું જોઇએ એનું બે દિવસમાં પણ વેચાણ થઇ રહ્યું નથી. રાખડીઓની વેરાયટીની વાત કરીયે તો પંથકમાં મેડ ઇન ચાઇનાની રાખડીઓ આવતી હતી. જે ભારતમાં પ્રતિબંધ બાદ તેના સ્ટોક પણ બંધ થઇ ગયા છે. જેને કારણ વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

હાલમાં બજારમાં રાખડીના ભાવોમાં જોઈએ તો રપ થી ૩૦ ટકાનો ભાવ વધારો થયો છે. જેથી લોકો હવે ઓનલાઇન રાખડીઓ ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યા છે. ઓનલાઇન ભાવો ઓછા હોવાને કારણે લોકો આકર્ષાઇ રહ્યા છે. પહેલા તહેવાર દરમિયાન બજારમાં રોનકનો માહોલ જોવા મળતો હતો. પરંતુ તેનાથી વર્ષોથી વેચાણ કરતા લોકોને માઠી અસર થઇ રહી છે. જોકે, હજુ પણ રાખડી બજારમાં વેપારીઓ રક્ષાબંધન સુધીમાં બજારમાં ઘરાકી નીકળશે તેવી આશા બાંધી બેઠા નજરે પડે છે.