દાદરા અને નગર હવેલીના મસાટ પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૪ મી ઓગસ્ટ અને ૨૮ મી ઓગસ્ટ સુધી ગામમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામલોકો સાથે મીટીંગ કરી હતી અને લોકોને કચરો કચરા પેટીમાં નાખવા માટે સુચના આપવામાં આવી હતી.
મીટીંગ પૂર્ણ થયા બાદ સરપંચ અને પંચાયતના સભ્યો ગામમાં ફળિયાની મુલાકાતે નીકળ્યા હતા તે સમયે એક સોસાયટી નજીક કચરાપેટીની આજુ બાજુમાં કચરો પડેલો જોયો હતો, કચરો જોઈ સરપંચે તાત્કાલિક સોસાયટીના માલિકને અહી બોલાવી સુચના આપવામાં આવી હતી કે અહી રહેતા આજુ બાજુના લોકોને ભેગા કરી મીટીગ કરી સુચના આપવામાં આવે.
કચરો કચરા પેટીમાં જ નાખવામાં આવે કચરા પેટીની બહાર કચરો નાખી ગંદકી નહિ ફેલાવો, જો કોઈ પણ વ્યક્તિ કચરો બહાર ફેકતા જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવા ચુચનો આપવામાં આવે.