સેલવાસની જનતાના મનોરંજન અને પ્રવાસનને વધારવાનાં હેતુથી ખાનવેલ ચૌડા ગ્રાઉન્ડ પર મોન્સૂન એડવેન્ચર ફેસ્ટિવલની આજે શરૂઆત કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસનના સહયોગથી આયોજિત કરાયેલા મોન્સુન ફેસ્ટિવલ દરમિયાન અહી આવતા સહેલાણીઓને અનેકવિધ મનોરંજન કાર્યક્રમો સહિત જુદીજુદી રમત સ્પર્ધાઓ વગેરેમાં ભાગ લેવાનો અવસર પ્રદાન કરવામાં આવ્યો છે.
મોન્સુન ફેસ્ટિવલ કાર્યક્રમમા દાદરા અને નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલએ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમમા કલેકટર સંદીપકુમાર હાજર રહ્યા હતા.
આ ફેસ્ટિવલમાં બંજી જમ્પિંગ, ઝિપ લાઇનર, તીરંદાજી, પેઇન્ટબોલ જેવી વિભિન્ન રોમાંચક રમતોને આવરી લેવામાં આવી છે. જેનો પરિવાર સાથે આનંદ માણી શકો છો.