દિવ્ય ભાસ્કર

માંડવી: માંડવી તાલુકાનાં ગામતળાવ ગામમાં રહેતા 6 યુવકો રવિવારે રાત્રિના સમયે વાઘેચા મહાદેવ મંદિરે જવા નીકળેલા અર્ટીકા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ઝાડ સાથે અકસ્માત થયો હતો જેમાં 1 યુવકનું મોત અને અન્યને નાની મોટી ઇજા થવા પામી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગામતળાવ ગામના 6 યુવકો અર્ટીકા કાર નં. GJ-19-AF- 2079માં વાઘેચા મંદિરે દર્શન જઈ રહ્યા હતા ત્યારે પૂના ગામની સીમમાં આશ્રમ ફળિયા નજીક થી પૂર ઝડપે અને ગફલત ભર્યું હંકારતા ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર રસ્તાની બાજુના ઝાડ સાથે અકસ્માત થયો હતો.

અકસ્માતમાં બનાવમાં અકસ્માતમાં રોશનકુમાર હર્ષદભાઈ પટેલને માથાના ભાગે ગંભીર થતાં બારડોલી સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું જ્યારે દિશેનભાઈ દામોદરભાઈ પટેલ, ફેનિલ અશોકભાઇ પટેલ, અંકિત પ્રકાશભાઈ પટેલને શરીરે નાનીમોટી ઇજાઓ થઈ હતી.