સુરત: સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરની ઓફિસ (કાર્યાલય)નું ઉદઘાટન સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખશ્રી ડૉ. પ્રદિપભાઈ ગરાસિયાના વરદ હસ્તે આજે ૧૫ ઓગસ્ટ રોજ ૬૫-સાંઈ પ્લાઝા બીજોમાળ-પંચ્યાસી માહોલ્લો નવા ભટાર સ્થળે શુભારંભ કરવામાં આવ્યો છે.

Decision Newsને મળેલી માહિતી જેમાં સમાજના આગેવાન શ્રી ડી. ઝેડ પટેલ, શ્રી આર. જે. પટેલ, શ્રી ઠાકોરભાઈ ગામીત, શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી બાબુભાઈ ગામીત, શ્રી રમણભાઈ નાયકા તેમજ કોકણી સમાજના પ્રમખશ્રી ડૉ. મધુભાઈ ગાયકવાડ અને તમામ હોદ્દેદારો, કારોબારી સભ્યો, નવયુવાનોની ટીમ, તમામ સમાજના પ્રમુખ તેમજ સમાજના ભાઈ-બહેનોની હાજરીમાં પ્રકૃતિ પૂજા શ્રી મનોજભાઈ ચોધરી (દાદા) દ્વારા પૂજા કરાવી આરંભ થયો હતો.

આ કાર્યક્રમમાં પ્રાસંગિક સંદેશ ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા આપી સામાજિક, શૈક્ષણિક તથા સંગઠન માટે વિવિધ માહિતી યોજના શહેરના આદિવાસી સમાજને પૂરી પાડવા સુરત આદિવાસી સમાજની એક્ટીવ ટીમ સુરતને અભિનંદન આપ્યા.