વાંસદા: આજે સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવાની સાથે જ શિવમંદિરોમાં ભગવાન શિવની મહિમા અને ગુણગામ ગુંજી ઉઠયો હતો વાંસદા તાલુકાના સ્થાનિક વિસ્તારના ઘણા મહાલયોમાં શિવની પૂજા અર્ચના લોકોની ભીડ ઉમટી પડી હતી.

Decision Newsએ વાંસદા વિસ્તારના ઘણાં મંદિરોની મુલાકાત લીધી હતી ત્યારે મહત્વની વાત જાણવા મળી છે કે  અમુક મંદિરોમાં કોરોના કાળને ધ્યાનમાં રાખી ગાઈડલાઈન સાથે મંદિરોમાં ભક્તોને દર્શન કરવા માટે છુટ મળી છે જ્યારે અમુક મંદિરોમાં કોવિટ નિયમોનું ઉલ્લંઘન પણ થયાનું પણ દેખાય આવ્યું હતું. આ ૯ ઓગષ્ટના સોમવારથી શ્રાવણ મહિના શરૂઆત થઈ છે જે ૬ સપ્ટેમ્બરના રોજ સોમવારના દિવસે શ્રાવણ મહિનો પૂર્ણ થશે.

એક શિવભક્તએ Decision Newsને કહ્યું છે કે લાંબા સમય બાદ શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવી રહ્યા છે. જેને લઇને શિવભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. આ પાંચ સોમવારવાળા આ શ્રાવણ માસને ભક્તો અતિશુભ માની રહ્યા છે.