ડાંગ: વર્તમાન સમયમાં નેહરુ યુવા કેન્દ્ર ડાંગ દ્વારા સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડાંગના ગામોમાં આવેલા જાહેર સ્થળો જેમ કે શાળા આંગણવાડી કેન્દ્ર પંચાયત ઘર અને ચોરા પર જ્યાં ગામના લોકો ભેગા થતાં હોય ત્યાં સ્વચ્છતા કરાઈ હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ડાંગમાં જન સમુદાયની સુખાકારી માટે વર્ષોથી કામ કરતું નેહરુ યુવા કેન્દ્ર ડાંગ દ્વારા વિવિધ ગામોમાં જઈને પોતાના ગ્રુપના સ્વયંસેવકો સાથે મળીને યુવાઓએ સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરી. જેમાં તેમણે ગામના જાહેર સ્થળો પર જ્યાં લોકો ભેગા થાય છે અને સમાજ અને સંસ્કૃતિ વાતો કરે છે ત્યાં સ્વચ્છતા કરી હતી

ડાંગ જેવા આદિવાસી વિસ્તારની આજની ન્યુ જનરેશન ખુબ જ જાગૃત છે જે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે તો સજાગ છે પણ પર્યાવરણની સુરક્ષા સાથે પોતાના સમાજના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનો મોકો ક્યારેય ચૂકતી નથી.આપણે પણ આ ન્યુ જનરેશન પાસેથી બોધપાઠ મેળવી સમાજને વિકસિત અને સુરક્ષિતની કોશિશ કરાવી જોઈએ.