નવસારી: આજે ધોરણ 12 પછીના ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે રાજ્યમાં 574 બિલ્ડિંગોના પાંચ હજાર 932 બ્લોકમાં લેવાનારી આ પરીક્ષામાં આ વર્ષે એક લાખ 18 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગુજરાતમાં 33 જિલ્લાના 34 કેંદ્રો પર કોરોનાની SOP સાથે લેવાનારી પરીક્ષામાં દરેક વર્ગમાં 20 વિદ્યાર્થીઓ જ બેસાડવામાં આવશે. ત્રણ સેશનમાં લેવાનારી પરીક્ષામાં પરીક્ષાના અડધો કલાક પહેલાથી જ વિદ્યાર્થીએ સેંટરમાં જતુ રહેવાનું ફરજિયાત છે જકેટ ફોર્મ ભરનારા વિદ્યાર્થીમાંથી જો કોઈ વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોય તો તે પરીક્ષા આપી નહીં શકે.

GUJCETની પરીક્ષા હિંદી, અંગ્રેજી અને ગુજરાતીમાં ત્રણેય ભાષાઓમાં લેવાય છે. વિદ્યાર્થી તેમાથી કોઈપણ એક વિષય પસંદ કરી પરીક્ષા આપી શકે છે. આ વર્ષે ગુજરાતી માધ્યના 80 હજાર 670, અંગ્રેજી માધ્યમના 35 હજાર 571 અને હિંદી માધ્યમના એક હજાર 75 વિદ્યાર્થી પરીક્ષા આપવાનો અંદાજો છે.