ચીખલી: ગતરોજ નવસારીના ચીખલી તાલુકાના સુરખાઇગામ ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની પૂર્વ તયારી નિમિતે સુરખાય જ્ઞાન કિરણ ધોડિયા સમાજભવન પર મિટિંગ યોજવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજના મોટી સખ્યામાં લોકો ઉપસ્થિત હજાર રહ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ કાર્યક્રમમાં સૌપ્રથમ ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડીયલ ડેથ વધઈના આદિવાસી પરિવારના સુનિલ પાવર, અને રવિ જાદવ આત્માને શાંતિ મળે એ માટે જોહરના નાદ સાથે બે મિનિટ મૌન પાળી પ્રકૃતિને પ્રાર્થના કરી આદિવાસી સમાજ વતી એમના પરિવારને આર્થિક સહાયની ચર્ચા કરવામાં આવી ત્યાર બાદ આદિવાસી સમાજ સાથે અન્યાય થતાં અને પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને એના નિરાકરણ માટેની ચર્ચા કરવામાં આવી અને 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિન નિમિત્તે નવસારી જિલ્લાના દરેક તાલુકાના ગામેગામથી આવતા લોકો માટે દરેક પ્રકારની સુવિધાઓની સમિતિ બનાવવામાં આવી હતી. આમ ટુકમાં સમયમાં આવતાં 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ઉજવવાનો નિર્ણય લીધો હતો.

આ પ્રસંગે ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ડૉ. પ્રદીપ ભાઈ, ડૉ. અનિલભાઈ, ધનસુખ ભાઈ (ગણદેવા),ના મોટો ધનસુખભાઈ (GEB), વાંસદા કુકણા સમાજના પ્રમુખ બાબુકાકા, આદિવાસી યુવા અગ્રણી ચિરાગ ભાઈ, મહા ગ્રામસભાના અધ્યક્ષ રમેશ ભાઈ, ૧૪ રૂઢિગામના અધ્યક્ષશ્રી અને અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.