નવસારી: આદિવાસી જન જાગૃતી સમિતિ નવસારી દ્વારા ચીખલીમાં બનેલ ઘટના જેમાં આદિવાસી સમાજના બંને યુવાનો સ્વ. સુનિલ પવાર અને સ્વ. રવિ જાદવને શ્રધાંજલિ આપવા ગતરોજ સાંજના ૭:૦૦ કલાકે નવસારી નગરપાલિકા પટાંગણ થી નીકળી લુન્સીકુઈ બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી કેન્ડલમાર્ચનુ આયોજન કરવામાં આવ્યું હતું

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે આદિવાસી જન જાગૃતી સમિતિ નવસારી દ્વારા ચીખલીમાં બનેલ ઘટના જેમાં આદિવાસી સમાજના બંને યુવાનો સ્વ. સુનિલ પવાર અને સ્વ. રવિ જાદવને શ્રધાંજલિ આપવા ૩૧ જુલાઈએ શનિવારે સાંજના ૭:૦૦ કલાકે નવસારી નગરપાલિકા પટાંગણ થી નીકળી લુન્સીકુઈ બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી કેન્ડલમાર્ચ કાઢવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજની એકતા દેખાય અને કેન્ડલમાર્ચ મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા. જુઓ આ વીડિઓ માં…

કેન્ડલમાર્ચમાં ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના બે દિકરાની શંકાસ્પદ કસ્ટોડીયલ ડેથ બાબતે દોષીતો ની ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી થાય અને મરનાર અને મૃતક યુવાનોના પરિવારને ન્યાય મળે એવી સમસ્ત આદિવાસી સમાજની માંગ ઉઠી છે.