વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં અવારનવાર ભૂકંપના અણસાર આવતા હોય છે ત્યારે ગતરોજ વાંસદા તાલુકાના વાઘાબારી, ઝરી, પ્રતાપનગર, કાંટસવેલ મોટી વાલઝર અને ઉપસળ જેવા ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે સમગ્ર ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ સાજે ૫:૫૪ કલાકે ધરતી ધ્રુજી હતી અને આ ગામોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ ભૂકંપનું એ.પી સેન્ટર ૨૦.૭૫૯ લેટીટ્યુડ અને ૭૩.૨૩૭ લોંગીટ્યુડ એટલે કે વાંસદા તાલુકાના વાંદરવેલા ગામની આસપાસ હોવાનું જાણવા મળ્યું હતું. ભૂકંપની તિવ્રતા ૨.3 અને ડેપ્થ ૧૭.૪ હોવાનું સરકારી વેબ સાઈટ પરથી જાણવા મળ્યું છે.
આ વિષે વાઘાબારી ગામના રમણભાઈ સાથે વાત કરતાં તેમણે Decision Newsને જણાવ્યું હતું કે હા લગભગ ૫ થી ૬ વાગ્યાની આસપાસ ભૂકંપના હળવા આંચકા મહેસુસ થયા હતા. અમે બધા ડરના માર્યા ઘરની બાહર આવી ગયા હતા