ધરમપુર: આજરોજ વલસાડના ધરમપુર તાલુકામાં સમસ્ત આદિવાસી સમાજના અને આદિવાસી એકતા પરિસદ ધરમપુરના પ્રમુખની આગેવાનીમાં ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના વઘઈ તાલુકાના બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ આપઘાતની યોગ્ય તપાસ અને ન્યાય અપાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
Decision Newsને મળેલી માહિતી અનુસાર ધરમપુર તાલુકામાં આજે સવારે સમસ્ત આદિવાસી સમાજના અને આદિવાસી એકતા પરિસદ ધરમપુરના પ્રમુખ કમલેશભાઈ આગેવાનીમાં ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને તમામ સાથી મિત્રો મળીને ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના વઘઈ તાલુકાના બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ આપઘાતની યોગ્ય તપાસ અને ન્યાય અપાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું
સમસ્ત આદિવાસી સમાજના અને આદિવાસી એકતા પરિસદ ધરમપુરના પ્રમુખ કમલેશભાઈ Decision Newsને જણાવે છે કે અમે ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના વઘઇ તાલુકાના બે આદિવાસી સમાજના યુવાનોનું અપમૃત્યુ થયું છે તે બાબતે માનવ હત્યા અને એટ્રોસીટીનો ગુનો દાખલ કરવાની માગ સાથે રાજ્યપાલશ્રી ને ઉદ્દેશીને ધરમપુર TDO સાહેબ મારફત આવેદન પત્ર આપવામાં આવ્યું અને યોગ્ય ન્યાય તેમજ વળતરની માંગ કરી છે એમાં હંમેશા મારી પડખે રહેનારા ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ અને તમામ સાથી મિત્રોનો આભાર માનું છું અને અમે આ ડાંગના યુવાનોના પરીવારોને ન્યાય અપાવવા માટે લાંબી લડત લડવા પણ તૈયાર છીએ.