નવસારી: પોલીસ સ્ટેશન માં થયેલ બે આદિવાસી યુવકોની આત્મહત્યા મામલે માતા પિતા અને અને પરિવારના આક્રંદ સાથે આદિવાસી સમાજ પણ નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનના કર્મીઓથી વિરુદ્ધ ફિટકાર ની લાગણી જન્મી છે જેને રાજ્યનું ગૃહવિભાગ પણ હલી ગયું છે અને કોંગ્રેસ અને ભાજપ રાજકીય રોટલો શેકયા વગર ન્યાયની માગણી કરવા સામે આવ્યા છે.
Decision Newsને માહિતી મુજબ મિલકત સંબંધી ચોરીના શકના આધારે ચીખલી પોલીસ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના બે યુવકોએ ઉઠાવી લાવી હતી જેની બે દિવસ સુધી કડક પૂછપરછ બાદ પણ ચોરીનું પગરું શોધવામાં પોલીસ નિસફળ રહી અને અંતે ત્રીજા દિવસે બે યુવકો એ કોમ્યુટર રૂમમાં ગળેફાસો લીધો એ વાત આદિવાસી સમાજના ગળે ઉતરી રહી નથી અને જવાબદાર પોલીસકર્મીઓ શંકાના દાયરામાં આવી ગયા છે જેના કારણે આદિવાસી સમાજમાં ધીમેધીમે આક્રોશ બહાર આવી રહ્યો છે નવસારીના વાંસદાના ધારાસભ્ય અને ભાજપની કંઠી છોડીને કોંગ્રેસમાં આવેલ પૂર્વ રાજ્ય સભાના સાંસદ આદિવાસી નેતા કાનજીભાઈએ કલેક્ટર અને પોલીસવડાને આવેદન આપી કડક તપાસ કરવાની માંગ કરી છે.
ચીખલી પોલીસ સ્ટેશનમાં બનેલી આદિવાસી યુવાનોના શંકાસ્પદ આપઘાતની ઘટના વિષે વાંસદા -ચીખલી ધારાસભ્ય અનંત પટેલ શું બોલ્યા જુઓ આ વિડિયોમાં..
જિલ્લા પ્રમુખ બીજેપી નવસારીના ભૂરાલાલ શાહ આદિવાસી યુવાનોના શંકાસ્પદ આપઘાત વિષે શું કહ્યું જુઓ આ વિડીયોમાં..
BY: મનીષ ધોડિ

