દાનહ: ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે વલસાડના મધુબન ડેમમાં પાણી ઉભરાયા છે ત્યારે દાદરા નગર હવેલી સેલવાસ અને ખાનવેલ વિસ્તારમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ મધુબન ડેમના નવ દરવાજા દરવાજા ચાર મીટર ખોવાયા પાણીની આવક 123197ક્યુસેક અને જાવક 138311ક્યુસેક દમણગંગા નદી કિનારે આવેલ નરોલી રોડ બ્રિજના એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો. ડેમના 9 દરવાજા 4 મીટર ખોલવાની જરૂર પડી હતી. 21 જુલાઇની બપોરથી લઇને 22 જુલાઈએ વહેલી સવારના 5 વાગ્યા સુધી ડેમમાંથી દર કલાકે 1 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતાં દમણગંગા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી નીચાણવાળા વિસ્તારોને અલર્ટ કરવામાં આવ્યા છે. દમણના લોકો ભયના માહોલ વચ્ચે આખી રાત જાગ્યા હતા. આજે બપોરે 12 વાગ્યાની સ્થિતિ પ્રમાણે ડેમના 7 દરવાજા 2 મીટર ખોલાયા છે અને 51 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.જુઓ આ વીડિઓ માં…
સ્થાનિક આગેવાનો જણાવે છે તંત્ર દ્વારા દરિયાની ભરતીના સમયને ધ્યાનમાં રાખીને ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જેને લઇને દમણગંગા નદી કિનારે આવેલાં ગામોમાં કોઇ વિકટ પરિસ્થિતિ ન સર્જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર, સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલી અને દમણના વહીવટી તંત્રએ સતત 22 કલાક સુધી સંકલન કરવામાં આવ્યું હતું.