તાપી: સમાજના એક ન થવા દેવાના ભયથી સાત દિવસ પહેલા ભાગેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના વાણીવિહિર ગામના પ્રેમી પંખીડાનો કુકરમુંડા ગામની સીમમાં તાપી નદીના કાવિઠા પુલની ઉપર મોટરસાયકલ મુકી નદીમાં કૂદી આપઘાત કરવાની ઘટના પ્રકાસમાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ સાંજના સમયે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના વાણીવિહિર ગામના ગુરુદત્ત ભાઈ રાજેસિંગભાઈ પાડવી નામના ૨૬ વર્ષીય યુવક અને આજ ગામની તનશ્રીબેન ગોસ્વામી નામની ૧૯ વર્ષીય યુવતી બંને પ્રેમ સંબધમાં હતા તેઓ સાતેક દિવસ પહેલા ઘરેથી ભાગી ગયા હતા. ત્યારે ગતરોજ સાંજના સમયે આ પ્રેમી પંખીડાએ કુકરમુંડા તાલુકાના નિઝરના વેલ્દા ટાંકીથી કુકરમુંડા તરફ જતા રસ્તા પરના તાપી નદી પુલ ઉપર બાઈક મૂકી પ્રેમી પંખીડાએ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો.

આ બનાવ વિષે વાણી વિહિર ગામના જીતેન્દ્રભાઇ દોલત ભાઈ પાડવીએ નિઝર પોલીસ જાણ કરવામાં આવી છે પોલીસ હાલ બનાવના મૂળમાં જવા અને આપઘાતના સત્યને તપાસવાની કામગીરી હાથ ધરી છે આવનારા સમયમાં બનાવ અંગે સાચી વિગતો બહાર આવશે.