અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં અજબ-ગજબ ઘટના ઘટિત થતી નજરે ચડી રહી છે. ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં મમતા બેનર્જીની પાર્ટી સક્રિય બની ચૂકી છે. અને મમતા બેનર્જીની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે ગુજરાતમાં 21 જુલાઈએ TMC શહીદ દિવસ મનાવશે ત્યારે ગુજરાતના કાર્યકરોને મમતા બેનર્જી વર્ચ્યુઅલી સંબોધન કરશે. અમદાવાદના ગીતા મંદિર બસસ્ટેંડ ખાતે મમતા બેનર્જીના પોસ્ટર પણ લાગ્યા છે. આ સાથે સ્ક્રીન પર મમતા બેનર્જીનું ભાષણ પ્રસારીત કરાશે. ગુજરાતના રાજકીય મીમાંશીઓ માની રહ્યા છે કે ગુજરાતમાં TMCના લાગેલા પોસ્ટરો આવનારા સમયમાં ગુજરાતના રાજકારણમાં કંઇક અજુગતું થવા તરફ ઈશારો કરી રહ્યા છે.
અમદાવાદમાં લાગેલા મમતા બેનર્જીના પોસ્ટરથી ગુજરાતના રાજકારણ ગરમાવો આવી ગયા છે. ગુજરાતમાં મમતા બેનર્જીની એન્ટ્રી જાણે ૨૦૨૨ની યોજાનારી ચુંટણીમાં ઝંપલાવી રહેલા ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, BTP જેવી પાર્ટીઓ પડકારરૂપ સાબિત થશે એ નક્કી છે.