કપરાડા: દક્ષિણ ગુજરાતના વલસાડ દાદરાનગર હવેલી અને દમણ જેવા વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાંથી નીકળતી નદી દમણગંગા નદી પર બાંધવામાં આવેલો મધુબન ડેમ ઓવરફ્લોની સ્થિતિ સર્જાવવાનું જણાવા મળી રહ્યું છે.
Decision Newsના રિપોર્ટરએ મધુ ડેમ પર લીધેલી મુલાકાત દરમિયાન જણાયું હતું કે ડેમના ઉપરવાસમાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે દમણગંગા નદીમાં પુરની સ્થિતિ સર્જાય હતું અને એક સાથે આવેલા પાણીના ફ્લોના કારણે ડેમની સપાટી વધી જતાં ડેમ ઓવરફલો થવાની સંભાવના દેખાતા ડેમના વહીવટીતંત્રને ભયજનક સ્થિતિ લાગતાં ડેમના ચાર દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. તાજા માહિતી મળ્યા અનુસાર હાલમાં પાણીના વહેણ ઓછા થયા છે.
ડેમ ઓવરફલો થવાની સંભાવનાનું વાતાવરણ દેખાતા સેલવાસના સ્થાનિક પ્રશાસક દ્વારા દાદરા નગર હવેલી, સેલવાસ અને દમણની સાથે દમણગંગા નદી નીકળતી આજુબાજુના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને પોલીસ ટીમ સતત પેટ્રોલીંગ કરી રહી છે.