દાહન: થોડા સમય અગાઉ દાદરા નગર હવેલી સેલવાસના નરોલી ગ્રામ પંચાયતના સરપંચ અને તેમની ટીમ વિકાસના કામોને ધ્યાનમાં રાખી ભાજપમાં સામેલ થયા હતા જેના સંદર્ભમાં આજરોજ ગામના વિકાસના કામ લઈને સ્થાનિક પ્રશાસનને ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે વીતેલા દિવસો દરમિયાન નરોલી ગ્રામ પંચાયતના સરપંચ યોગેશ સિંહ સોલંકી સાથે એમની ટીમ તથા જિલ્લા પંચાયત સભ્યો વિધિવત રીતે ભાજપ પક્ષમાં જોડાયા હતા અને ગામમાં વિકાસના કામો ઝડપી બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી જેને લઈને આજરોજ સ્થાનિક પ્રશાસને ગામની મુલાકાત લઇ નિરીક્ષણ કરી જલ્દીથી ગામના પ્રશ્નો દુર કરવા ગ્રામ્યજનોને આશ્વાસન આપવામાં આવ્યું છે,
ગામના સરપંચ શ્રી નું કહેવું છે કે નરોલી ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે બીજેપીમાં સામેલ થયા હતા. અમને ગામના વિકાસ માટે જનતાને આશ્વાસન આપવામાં આવ્યું હતું માટે આજે દમણ-દીવના પ્રશાસન પ્રભુભાઈ પટેલ અને તેમની ટીમ ગામમાં વિકાસના કયા કયા કામો કરી શકાય તેના વિષે મુલાકાત કરવા આવ્યા હતા