વાંસદા: વાંસદાના ટાઉનહોલમાં પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલને પ્રદેશ પ્રમુખના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયા બદલ સેવાભાવી સંગઠનોના માધ્યમથી વિવધ કાર્યક્રમોનું આયોજન કરવામાં વાંસદા તાલુકામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી મુજબ ગતરોજ ભાજપ પક્ષ દ્વારા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલને પ્રદેશ પ્રમુખના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં સેવાભાવી સંગઠનોના માધ્યમથી રેન વોટર હારવેસ્ટિંગ વૃક્ષારોપણ બુથ લેવલ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું આ બેઠકમાં મહેમાનોની સ્વાગત પ્રવચન ભાજપના પ્રમુખ મણિલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જયારે કાર્યક્રમનું સંચાલન સંજય બીરારી અને સમાપન રાકેશ શર્મા દ્વારા કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા મહામંત્રી ભગુભાઈ પટેલ તાલુકા પ્રભારીઓ પ્રથામેશભાઈ પટેલ જયંતીભાઈ પરમાર અને વિરલભાઈ વ્યાસ તાલુકા પંચાયતના પ્રમુખ સંતુભાઈ ગાંવિત કારોબારી અધ્યક્ષ રસિક ટાંક શાસકપક્ષના નેતા બીપીનભાઈ વગેરે સંગઠનના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, જિલ્લામાં ચુંટાયેલા સભ્યો અને તમામ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.