ડાંગ: ગતરોજ રવિવારના દિવસે ડાંગ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો સ્થાનિક ખેડૂતો જેની લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા તેવો વરસાદ વરસતા ખેડૂતોમાં અને ખેડૂત પરિવારોમાં ખુશીની લહેર છવાયેલી જોવા મળી હતી.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે રવિવારે ડાંગ જિલ્લાના મોટાભાગના ગામોમાં સવારમાં જ મેઘરાજા પોતાની સવારી લઈને આવ્યા અને ડાંગની ધરતીને મન ભરીને ભીંજવી હતી. છેલ્લા કેટલાક સમયથી વરસાદ ન આવવાના કારણે ડાંગના ખેડૂતો પોતાની આ વર્ષની ડાંગર અને નાગલીની ખેતીને લઈને ખુબ જ ચિંતિત હતા પણ ગતરોજ મન ભરીને વરસેલા વરસાદે એમનામાં ખુશીઓનો સંચાર કરી દીધો હતો.

ડાંગના પિંપરીના ખેડૂત રામુભાઈ બાગુલ જણાવે છે કે ખેતી કરવા માટે વરસાદની રાહ જોતા સ્થાનિક ખેડૂતો આજે વરસાદ આવતાની વેંતમાં જ પોતાના બળદ અને હલ લઇને ખેતર ખેડવા ચાલ્યા છે અને આનંદ સાથે રોપણીની કરવા મંડી પડયા છે.