નવસારી: નવસારી જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના(BTTS) સંગઠન અને BTP પાર્ટીના તાલુકા જિલ્લાના હોદ્દેદારોની નિમણુક ચંદેરિયાં મેઈન ઑફિસેથી BTTS/ BTP ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવી હતી.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે BTTS સંગઠન અને BTP પાર્ટીના તાલુકા જિલ્લાના હોદ્દેદારોની નિમણુક કાર્યક્રમમાં નવસારી જિલ્લાના BTTS ના પ્રમુખ તરીકે પંકજ. પટેલ, યુવા પ્રમુખ તરીકે વત્સલ પટેલ, નવસારી તાલુકા પ્રમુખ તરીકે મયુર પટેલ, શહેર પ્રમુખ તરીકે વિજય પટેલ, ચીખલી તાલુકા પ્રમુખ તરીકે પ્રકાશ પટેલ, ચીખલી તાલુકા યુવા પ્રમુખ તરીકે અક્ષય પટેલ, ખેરગામ પ્રમુખ તરીકે જીજ્ઞેશ પટેલ, વાંસદા પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ પટેલ, વાંસદા ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ, યુવા પ્રમુખ તરીકે રાકેશ ગામીત તેમજ BTP નવસારીના મહામંત્રી તરીકે અમરતભાઈ ચૌધરી, નવસારી તાલુકા પ્રમુખ તરીકે વિજય પટેલ, ખેરગામ BTP પ્રમુખ તરીકે પંકજભાઈ પટેલ, ગણદેવી તાલુકા પ્રમુખ તરીકે અરવિંદભાઈ હળપતિની નિમણુક કરવામાં આવી હતી.

આ પ્રસંગે Decision News સાથે વાત કરતાં પંકજ પટેલ જણાવે છે કે અમને જે જવાબદારી સોપવામાં આવી છે તેમાં અમે સફળ થવા અમારા પરિશ્રમનો પ્રાણ રેડી દેશું. BTTS સંગઠન કે BTP ને મજબુત બનાવવું એ સમાજની લડત છે અને અમે અમારાથી બનતા તમામ પ્રયાસો આદિવાસી સમાજના લોકોના ઉત્કર્ષ માટે લગાવી દેશું અમારી ટીમ ખુબ જ મજબુત છે અને અમે જોરદાર લડત આપવા તૈયાર છીએ.