સેલવાસ: આધુનિક ટેકનોલોજી માનવ જીવનની જીવવવા શૈલીમાં ઘણાં પરિવર્તન લાવી રહી છે ત્યારે ગતરોજ  સેલવાસ સ્માર્ટસીટીમાં ઇલેક્ટ્રિક બસ અને કારનું ઇલેક્ટ્રિક પંપની શરૂવાત કરવામાં આવતા સમગ્ર પંથકમાં આ નવા નજરાણાને પોતાની રોજબરોજની જિંદગીનો એક ભાગ બનાવવાની તૈયારી લોકોમાં જોવા મળી હતી.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે 14જુલાઈ થી દાદરા નગર હવેલી સેલવાસ સીટીમાં ભારત સરકાર દ્વવારા 100 સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યું હતું હાલમાં દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે સ્માર્ટ સીટી વિભાગની સ્થાપના કરવામાં આવી છે ત્યારે એમ કહી શકાય કે સેલવાસ આધુનિક યુગ તરફ આગળ વધી પ્રદેશના ઉજ્જવળ ભવિષ્ય તરફ ગતિ રહ્યું છે.

સેલવાસના સ્થાનિક રહીશો આ ઝડપી જમાના સાથે કદમસે કદમ મિલાવીને મુ૭ખ્ય્ધરનિ હરોળમાં રહીને આગળ વધવા માંગે છે આજે જ્યારે ક્રુડઓઈલના ભાવ સાતમાં આસમાને છે ત્યારે ઇલેક્ટ્રિક વાહનોનો મુસાફરી દ્વારા ઉપયોગ કરીને પોતાના સ્વ માટે અને પર્યાવરણને બચવવામાં પ્રયાસ રત દેખાય રહ્યા છે