ચીખલી: કોરોના કાળ દરમિયાન નવસારી જિલ્લાના રૂમલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લાં કેટલાંક સમયથી બંધ એક્ષ-રે મશીનને લોકનેતા અનંત પટેલની આર્થિક મદદથી નવજીવન મળ્યાની ખુશી દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફમાં જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં વધતા જતાં સંક્રમણ વચ્ચે બે મહિના પૂર્વે ચીખલી-વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે રૂમલા CHCની મુલાકાત હતી આ સમયે ડૉ. મુકેશભાઈ પટેલ સહિતના તબીબ દ્વારા રજૂઆત કરવામાં આવી કે હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી એક્ષ-રે મશીન બંધ હાલતમાં છે. એક્ષ-રે મશીન બંધ હોવાથી દર્દીઓને ચીખલી, વલસાડ તેમજ નવસારી સુધી આંટાફેરા મારવાની નોબત આવતી હોય છે જેની અવાર-નવાર લેખિત તેમજ મૌખિક રજુઆત બાદ પણ કોઈ નિકાલ આવ્યો નથી.આ સાંભળી વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલને તાત્કાલિક આર્થિક મદદરૂપે ૫૦ હજારનો ચેક આપી ઝડપથી આ મશીન રીપેર કરવા જણાવ્યું હતું.
Decision Newsને મળેલી માહિતી મુજબ આજરોજ રૂમલા સામુહિક આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષને તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, વલ્લભભાઈ દેશમુખના હસ્તે આપી એક્ષ-રે મશીનને રીપેર કરાવી ચાલુ કરવામાં આવતા CHCના તબીબો અને સ્ટાફમાં ખુશી વાતાવરણ જોવા મળ્યું હતું હતી. હવે હોસ્પિટલના ઓટલે લોકોને એક્ષ-રે ની સુવિધા પણ ઉપલબ્ધ થશે.

