ડાંગ: દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં વરસાદી સિઝનમાં ઉગતી નવીન પ્રકારની વનસ્પતિ જેને આદિવાસી લોકોમાં ‘ચવ’ તરીકે ઓળખાતી જંગલી કેળ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે સામાન્ય કેળથી અલગ આવતી આ જંગલી કેળના થડ અતિ કુમળાં હોય છે જેનો ઉપયોગ આદિવાસી લોકો ખાવામાં ઉપયોગમાં લે છે.

પિંપરીના જાગૃત આદિવાસી યુવાન અક્ષય બાગુલ Decision Newsને જણાવે છે કે આ કેળ સામાન્ય કેળથી અલગ હોય છે તેને ખુબ જ નાના કેળ લાગે છે. પણ કેળના થડ ખુબ જ કુમળાં અને પાણીથી ભરપુર હોય છે. જંગલી કેળ ખાસ કરીને ડુંગર વિસ્તારમાં જ થાય છે તેઓ વધુમાં જણાવે છે કે આદિવાસી સમાજના વડીલો કહે છે કે કેળના ટુકડા ખાવાથી પથરી નાશ પામે છે. પેટ સાફ કરવામાં પણ મદદરૂપ થાય છે આ જંગલી કેળના નાના-નાના કેળા પક્ષીઓનો ખોરાક પણ બને છે આદિવાસી સમાજના લોકો આ જંગલી કેળના કેળાનું શાક પણ બનાવીને ખાય છે.

સામાન્ય રીતે જંગલોમાં ચોમાસાની શરૂવાતમાં જ આપ મેળે કુદરતી રીતે ઉગી નીકળતી જંગલી કેળ (ચવ) આદિવાસી લોકો માટે તે પુરક રોજગારીનું સાધન બને છે. હાઈવે રોડ તેનું વેચાણ થાય છે ત્યારે શહેરીજનો નવી વાનગી અને નવું નજરાણું જોઇને હોશે હોશે ખરીદે છે. હાલમાં ડાંગના પિંપરી, ચિચીનાગાવઠા, દાવદહાડ નડગખાદી ચિકટીયા જેવા ગામમાંથી પસાર થતાં હાઇવે ઉપર આરોગ્યવર્ધક પોષ્ટિક જંગલી કેળના ટુકડા વેચાય રહ્યા છે અને તેને લેવા માટે લોકો લાઈન લગાવી ઉભા રહેવાના દ્રશ્યો જોવા મળે છે.