ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં ખાંભડા ગામના ત્રણ વર્ષીય બાળકે અજાણતા ઝેરી પ્રવાહી પી લેતા લાંબી સારવાર બાદ મૃત્યુ થયાની ઘટનાથી તેમના પરિવાર બહાર આવતા સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ ફેલાય ગયું હતું
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ચીખલી તાલુકાના ખાંભડા ગામના ખાડી ફળીયા ખાતે રહેતા કેતનભાઈ રમેશભાઈ પટેલ તેમના ત્રણ વર્ષીય પુત્ર જેહાન સાથે ગત મહિનામાં સુરત જવા માટે નીકળ્યા હતા. આ દરમ્યાન કેતન પટેલને ચીખલી બંધન બેંક પાસે કામ હોય જેથી તેઓ ત્રણ વર્ષીય પુત્રને ગાડીમાં બેસાડી ગયા હતા. તે સમય દરમ્યાન પુત્ર જેહાને અજાણતા ગાડીમાં મુકેલ પેરકવિટ ડાયહાઇડ્રો ક્લોરાઇડ નામનું ઝેરી પ્રવાહી પી જતા ત્રણ વર્ષીય જેહાન પટેલને પ્રથમ સારવાર અર્થે ચીખલી અને વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં લાંબી સારવાર બાદ મૃત્યુ થયું હતું.
૧ જુલાઈના રોજ સુરતની હોસ્પિટલ ખાતે જેહાનનું મૃત્યુ થતાં બનાવની ફરિયાદ સુરત સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ અર્થે ચીખલી પોલીસને જાણ કરવામાં આવી છે હાલ આ બાબતે ચીખલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.











