નવસારી: આજરોજ નવસારી જિલ્લાના ઘેલખડી ગામમાં રવિવારના દિવસે જૂની અદાવતમાં યુવાન પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાના મામલામાં 6 આરોપીઓમાંથી 4 આરોપીઓને નવસારી પોલીસ દ્વારા પકડી લીધાની ખબરો મળવા પામી છે.
Decision Newsને મળેલી પ્રાપ્ત વિગતો પ્રમાણે નવસારી જિલ્લાના ઘેલખડી ગામમાં શૈલેષ પરમાર યુવાન પર રવિવારના મોડી રાતે જાનલેવા હુમલો કરવામાં આવ્યા હતો.હુમલામાં ઘાયલ બનેલા આ યુવાનને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ ગંભીર ઘા થવાના કારણે સારવાર દરમિયાન જ યુવાનનું મૃત્યુ થઇ ગયું હતું. આ હત્યાના ઘટનાના પગલે પોલીસ દ્વારા 6 આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં હાલમાં 4 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસની સઘન તપાસમાં આ સમગ્ર હત્યા પ્રકરણમાં સુનીલ પ્રકાશ જાદવ, ઉમેશ વનમ, રાકેશ સોલંકી, પિયુષ ઠાકોર, અજિત મિશ્રા, રાજેશ દિવાકર નામના યુવાનોના નામો સામે આવ્યા છે પણ હત્યા શું કારણ હતું એ તો હવે પછી પોલીસે પકડેલા ૪ આરોપીઓ પાસેથી જ જાણવા મળશે.