વાંસદા: ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત પ્રવેશી રહેલી હવે ગુજરાતના વિવિધ જિલ્લાઓના ગામડાઓમાં પોતાના પાર્ટીના કાર્યકર્તાઓ ઉભા કરી ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમણે આજરોજ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં બેઠક યોજી તાલુકા સ્તરે આમ આદમી પાર્ટીએ કાર્યકર્તાઓની ટીમની જાહેરાત કરી હતી.

આ પ્રસંગે હાજર રહેલા સાઉથ ઝોનના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રામ ધડુકે Decision Newsના સવાલ તમે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં કયા મુદ્દાઓને લઈને ૨૦૨૨ ની ચુંટણી લડવા ઉતારશો ? ત્યારે તેમણે જણાવ્યું કે હાલમાં આદિવાસી વિસ્તારોમાં માલા પ્રોજેક્ટ, ઝીંક કંપનીના કારણે છીનવાતી જમીન, આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યા, આદિવાસી વિસ્તારમાં કથળેલું શિક્ષણ, આરોગ્ય વગેરે સામાન્ય માણસ સાથે જોડાયેલા મુદ્દાઓ સાથે લોકો પાસે જઈશું અને લોકોને સમસ્યા દુર કરવાના પ્રયાસો કરીશું. આપ પાર્ટી વિષે આપના નેતાઓ શું કહ્યું જુઓ આ વિડીયોમાં..

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સાઉથ ઝોનના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રામ ધડુકે, સાઉથ ઝોનના આમ આદમી પાર્ટીના સહ સંગઠન મંત્રી રાજુભાઈ ગોધાણી, નવસારી જિલ્લા પાર્ટીના પ્રમુખ ચંદ્રકાંતભાઈ રાણા, નવસારી જિલ્લા ઉપપ્રમુખ, નવસારી જિલ્લા મહિલા ઉપ પ્રમુખ કુસુમબે વાંસદા તાલુકાના આપ પાર્ટીના પ્રમુખ જયેશભાઈ, હાલમાં જ આપ પાર્ટીના કાર્યકર્તા તરીકે જોડાયેલા ચિરાગભાઈ અને અન્ય કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.