મહુવા: દક્ષિણ ગુજરાતમાં રોજે-રોજ ઘટિત થઇ રહેલી જીવલેણ અકસ્માતોની વણઝાર ઘટવાનું નામ નથી લઇ રહી. ગતરોજ સુરતના મહુવા તાલુકાના આંગલધરા ગામ નજીક અકસ્માત ફરી એક અકસ્માતની ઘટના બનવા અમી હતી જેમાં બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓના મૃત્યુ થયાની ઘટના બની છે.
Decision Newsને અમીષા પટેલ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સુરતના મહુવા તાલુકાના આંગલધરા ગામમાંથી અનાવલથી ભીનાર જતા રોડ પર આંગલધરા ગામે આવેલ કાકાબળીયા દેવ મંદિર નજીક સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. બાઇક સવાર બેના ઘટના સ્થલે જ જ્યારે એક યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અકસ્માતની જાણ મહુવા પોલીસને કરતા તે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર આવી મહુવા સ્વીફ્ટ કારના ચાલકની અટકાયત કરી હતી. પોલીસે સ્વીફ્ટ કારના ચાલકને મેડિકલ ટેસ્ટ માટે મોકલ્યો છે જેથી તેને જો નશો કરી ગાડી હંકારી રહ્યો હતો કે કેમ તે અંગે તપાસ થઇ શકે આ સિવાય પણ પોલીસ દ્વારા અકસ્માતના વિવિધ પાસાઓ ઉપર તપાસની કાર્યવાહી શરુ કરી દીધી છે.