ચીખલી: થોડા સમય પહેલા નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામે યુવતીના આત્મહત્યાનો ખુબ જ ચર્ચામાં આવેલા મામલામાં આખરે યુવતીના ભાવિ પતિના કોટે જામીન ના મંજૂર કરતા સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુંસાર ચીખલી તાલુકાના કુકેરીના જૂના પટેલ ફળિયા ખાતે રહેતી અને સુરત જીલ્લાના મહુવા કૉલેજ ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી કરતી ઈશા પંકજસિંહ પરમાર નામની યુવતિએ કોઈક અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગત તારીખ 24/3/2021ના રોજ આત્મહત્યા કરી લીધી હતી. જોકે આ બાબતે જે તે સમયે યુવતીના ભાઈ આકાશસિંહ પરમારે પોલીસ સ્ટેશન માં ફરિયાદ અપાતા ચિખલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ઈશાના ભાઈ આકાશસિંહ પરમાર તેમજ પરિવારના સભ્યોએ ઈશાના ભાવિ પતિ જયવિરસિંહ ઉર્ફે જગત મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સતત અપાતા માનસિક ત્રાસ તેમજ ખોટી શંકા થતાં આ કારણે ઈશાએ આત્મહત્યા કરી લીધી હોવાનું કેટલાક સચોટ પુરાવાના આધારે ચીખલી પોલીસે ઈશાના ભાવિ પતિ જયવિરસિંહ રાઠોડનું વિરુદ્ધ ગુનો નોંધી જયવિરસિંહની અટક કરી હતી. તે દરમિયાન ચીખલી કોટમાં રજુ કરાતા કોટે જયવિરસિંહ ઉર્ફે જગત મહેન્દ્રસિંહ રોઠોડના જામીન નામંજૂર કરતા નવસારી સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
BY: મનીષભાઈ ઢોડિયા