ડાંગ: દેશમાં દરરોજ વધતી જતી જીવન જરૂરિયાતોની વસ્તુઓ પરની મોંઘવારી પર બહુજન સમાજ પાર્ટી દ્વારા ડાંગ જિલ્લામાં આવેલા ગાંધીબાગ ખાતે મોંઘવારીના બેનરો લઇ પાર્ટીના કાર્યકર્તાઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Decision Newsને મળેલી માહિતી અનુસાર તારીખ ૧૨-૦૭-૨૦૨૧ના રોજ ડાંગ જિલ્લામાં ગાંધીબાગ પાસે બહુજન સમાજ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મોંઘવારીના બેનરો લઇ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને આ વિરોધ શાંતિપૂર્ણ રીતે કરવાનું પાર્ટીએ આયોજન બનાવ્યું છે આ વિરોધ પ્રદર્શન ૧૧ વાગ્યાથી લઈને ૧ વાગ્યા સુધી કરવામાં આવશે એવું બસપા પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું છે.

બસપા પાર્ટીના ડાંગના પ્રમુખ મહેશભાઈ Decision News સાથે વાત કરતા કહે છે કે આજે દેશમાં વધેલી મોંઘવારીના કારણે ડાંગના આ આદિવાસી વિસ્તારના લોકોનું જનજીવન ખુબજ મુશ્કેલ ભર્યું બન્યું છે લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવાના ફાંફા પડી રહ્યા છે આ કારણો સર અમે વિરોધ પ્રદર્શન કરી સરકારશ્રીને અપીલ કરવા માંગીએ છીએ કે સામાન્ય વ્યક્તિનો વિચાર કરી દરરોજ વધતી જતી દરેક વસ્તુઓ પરની મોન્ઘવારીન્બે કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવે.