ડાંગ: આપણા વિસ્તારમાં પણ હવે નિયમોની રખેવાળી કરવાના સોગંધ ખાનારા નેતોઓ જ નિયમોનું ઉલ્લંઘન કરતા ઝડપાય રહ્યા છે હાલમાં જ ડાંગના જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ ચંદરભાઈ ગાંવિત સાપુતારાની તળેટીમાં આવેલા માલેગાવ ખાતે એલ ટી લાઈન પર હુકીંગ કરી વીજ ચોરી કરતાં પકડતા સમગ્ર પંથકમાં ચર્ચાસ્પદ બની ગયા હતા
Decision Newsને મળેલી વિગત અનુસાર વીજ કંપનીએ તેમના પર વીજ ચોરી પેટે રૂ.૫૯ લાખ અને કંમ્પાઉન્ડીંગ પેટે ૩.૮૮ લાખનો દંડ ફટકાર્યો છે ડાંગ જિલ્લા પંચાયતમાં સામગહન સીટ પરથી જિલ્લા પંચાયતમાં ચુંટાયેલા ચંદરભાઈ સોમાભાઈ ગાવિત ગામ નિબારપાડા તાલુકો વઘઈ જિલ્લો ડાંગ અગાઉ કોંગ્રેસ માંથી ચુંટાયા હતા ત્યારે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ હતા અને હાલ ભાજપમાંથી ચુંટણી જીત્યા બાદ ફરીથી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ બન્યા છે તેમનું સાપુતારાની તળેટીમાં બાંધકામ ચાલી રહ્યું હતું.
આ દરમિયાન વીજ કંપની દ્વારા ચેકિંગ કરવામાં આવતા તેઓ વીજ કંપનીના ગ્રાહક ન હોવા છતાં સિંગલ ફેઝ પરથી ચોરી કરતાં રંગે હાથ ઝડપાયા હતા આ બાબતે સાપુતારાના વીજકંપનીના નાયબ ઈજનેર ચંદ્રેશકુમાર વિનુભાઈ પટેલે વીજકંપનીના પોલીસ સ્ટેશન વલસાડમાં ચોરીનો ગુનો નોધાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.