વાંસદા: આજે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના આદિવાસી વિસ્તારની મહિલાઓ સશક્તિકરણ માટે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) ના સહયોગમાં સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી.) ની રચના દ્વારા કરવાની સખીમંડળ યોજના બહાર પાડવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે આ યોજના “સખીમંડળ” સ્વસહાય જુથો/એસ.એચ.જી તરીકે પણ ઓળખવવામાં આવે છે. ગુજરાતના બધાજ ગ્રામીણ વિસ્તારમાં અમલમાં મુકવામાં આવી છે. આ યોજના સંકલીત બાળ વિકાસ કાર્યક્રમ દ્વારા ચલાવવામાં આવી અર્હી છે. પ્રવર્તમાન સ્વસહાય જુથોને ઓળખવા બેંક સેવા સાથે સાંકળવા વગેરે અંગે જરૂરી ડેટા અને પત્રકો તૈયાર કરવાની કામગીરી ગ્રામ વિકાસ વિભાગના પરામર્શમાં નાબાર્ડ કરે છે. આ યોજના અંતર્ગત સખીમંડળના સભ્યોને અલગ અલગ પ્રકારની તાલીમ પણ આપવામાં આવે છે જેમાં ગૃપ ડાયનેમીક, સંઘર્ષ નિવારણ, નેતૃત્વ વિકાસ, બુક કીપીંગની તાલીમ, આર્થિક પ્રવૃતિ માટે તાલીમ વગેરેનો સમાવેશ થાય છે.

આ યોજનાના ઉદ્દેશોની વાત કરવામાં આવે તો (1) યોજના હેઠળ રચાયેલા સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી) તરીકે ઓળખાઈ છે. (2) આ યોજનાને સંકલીત બાળ વિકાસ યોજના દ્વારા ચલાવવામાં આવે છે. () યોજનામાં ગ્રામીણ ગરીબ કુટુંબો જુથમાં સંગઠીત થઈ બચત અને આંતરિક ધિરાણનો અભિગમ અપનાવે તો તેમની નાની મોટી આર્થિક જરૂરિયાતો સંતોષવવામાં આવે છે. (4) યોજના હેઠળ સ્વસહાય જુથો રચી સંગઠીત કરી તેમને સક્ષમ કરવા કૌશલ્ય વર્ધન તાલીમ પુરી પાડવી, આંતરિક માળખાકીય સુવિધાઓ પુરી પાડી આર્થિક પ્રવૃતિ સાથે સાંકળવા તેમજ રીવોલ્વીંગ ફંડ, બેંક ધિરાણ સાથે જોડવામાં આવે છે. (5) યોજનામાં રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના સહયોગમાં સ્વસહાય જુથોને સક્રીય કરવાની અને બેંક લીંકેજ સાથે જોડવાની સખીમંડળો નામાભિધાન દ્વારા અભિયાન સ્વરૂપે સશક્તિકરણ કરવાનો નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે

આ યોજના હેઠળ રચવામાં આવનાર સખીમંડળને રૂ.5000/- રીવોલ્વીંગ ફંડ ગ્રાન્ટ (ઓછામાં ઓછું રૂ.10000/- બેંક ધિરાણ) મેળવવાને પાત્ર છે. સખીમંડળને રીવોલ્વીંગ ફંડ પણ ચુકવવામાં આવે છે. અને આંગણવાડી કાર્યકરો, સી.ડી.પી.ઓ., સુપરવાઈઝર, બેંકો, લીડ જિલ્લા મેનેજર, સ્વૈચ્છિક સંસ્થા, અને નાબાર્ડની ભુમિકા નક્કી કરેલી છે.