નવસારી: ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના BTTS દ્વારા નવસારી જિલ્લાનાં છાપરાં ગામ ખાતે આદિવાસી જનજાગૃતિની મિટિંગ યોજવામાં આવી હતી જેમાં પોતાના સમાજ માટે કઈક કરી છૂટવાની ભાવનાવાળા યુવાઓમાં મોટા પ્રમાણમાં ભેગા થયા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના છાપરાં ગામમાં પોતાના સમાજના લોકો સાથે થયેલા અન્યાય અને બંધારણ દ્વારા આપવામાં આવેલા સમાજના હક્કો છીનવાઈ રહેલા આ વિષે BTTS દ્વારા યુવા જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના ઘણા યુવાનોએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

BTTSના ગુજરાત પ્રદેશના પ્રમુખ પંકજ પટેલનું કહેવું છે કે આદિવાસી યુવાઓએ પોતાના હક્કો માટે પોતે જ લડવાનો સમય આવી ગયો છે વર્તમાન સમયમાં આદિવાસી સમાજના અધિકારો છીનવાઈ રહ્યા છે માટે આજે આદિવાસી લોકોએ જાગૃત થવાની જરૂરત છે.