કપરાડા: ગુજરાતમાં 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કપરાડા તાલુકાના ઉમળી ગામમાં તાલુકા મથકે મજબૂત સંઘઠન બને, સંઘઠનનો વ્યાપ વધે, આમઆદમી પાર્ટીમાં નવા કાર્યકરો જોડાઈ, તાલુકા- જિલ્લા લેવલે સમિતિ બનાવી હોદ્દેદારોની નિમણુંક કરવી, જેવા અનેક મુદાઓને ધ્યાને લઈ આમ આદમી પાર્ટી કપરાડા એક વિશેષ બેઠક યોજવામાં આવી હતી.

Decision Newsને મળેલી જાણકારી મુજબ કપરાડા તાલુકાના ઉમળી ગામમાં મળેલી આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનોની મળેલી વિશેષ બેઠકમાં 120થી વધુ નવ યુવાનો આપમાં વિધિવત ટોપીઓ પહેરી ખેશ ધારણ કરી પાર્ટીમાં જોડાયા હતા. બેઠક દરમિયાન જિલ્લા પ્રમુખ જીતેન્દ્રભાઈ દેસાઈ એ જણાવ્યું હતું કે, આજથી કપરાડા તાલુકાના આમ આદમી પાર્ટીના નવા પ્રમુખ તરીકે રાજેશભાઈ રાઉતની વરણી કરવામાં આવે છે અને જેઓ આગામી દિવસોમાં આમઆદમી પાર્ટીનો તમામ કાર્યભાર તાલુકા મથકે સંભાળશે.

ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ઉપ સચિવ હેમંતભાઈ નરોલા, જિલ્લા પ્રમુખ જીતેન્દ્રભાઈ દેસાઈ, મીડિયા ઇન્ચાર્જ વશીમ, જ્યેન્દ્રભાઈ ગાંવિત, ધવળિયાભાઈ ભોયા, રાજેશભાઈ રાઉત, દિવ્યેશભાઈ પટેલ, શરદભાઈ ગાંગોડા વગેરે આપના કાર્યકરો તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.